મોરબીમાં 26માં હિન્દુ મુસ્લિમ સમુહ લગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન
51 હિન્દુ 51 મુસ્લિમ કોમી એકતાના પ્રતિક એવા એક મંડપ નીચે દર વર્ષની જેમ નિકાહ અને મંગલ ફેરા ફરી નવજીવનની શરૂઆત કરશે
મોરબીમાં વર્ષોથી વિવિધ સેવા કીય પ્રવૃત્તિ કરી કોમી એકતાના પ્રતીક સર્વ ધર્મ સન્માન સાથે સર્વ સમાજમાં લોકપ્રિય એવા સૈયદ હાજી એહમદ હુસેન બાપુ કાદરી દ્વારા શરૂ કરવામાં આવેલ સમૂહ લગ્નનું આયોજન છેલ્લા 25 વર્ષથી રાબેતા મુજબ ચાલી રહ્યું છે.
જેમાં 51 હિન્દુ યુગલો અને 51 મુસ્લિમ જોડાઓ વર કન્યા દુલા દુલ્હન એમ કુલ મળીને 102 જીવનસાથી નવા જીવનની શરૂઆત એક જ મંડપ નીચે કલમાં પડી નિકાહ કરે છે અને હિન્દુ વિધિના મંત્રોચ્ચારો સાથે મંગળ ફેરા ફરી સાધુ-સંતો ફકીરોની હાજરીમાં કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડવા માટે આવે છે રાજકીય સામાજિક સહિતના સંસ્થાઓના આગેવાનો વગેરે વગેરે મહાઅનુભાવો આ કોમી એકતાના ઉદાહરણ ભાગરૂપે યોજાતો આ સમૂહ લગ્નમાં મોટાભાગે હાજરી આપતા હોય છે ત્યારે આગામી તારીખ 26-1-2025 જાન્યુઆરી રવિવારના રોજ બાવા ગ્રુપ દ્વારા 26 માં સમૂહ લગ્નનું આયોજન સંસ્થા દ્વારા પૂરજોશમાં ચાલી રહ્યું છે જેમાં જરૂરિયાત મંદ દુલ્હા દુલ્હન વર કન્યા સમયસર તેના લગ્ન અતંરગત ફોર્મ મેળવી સમયસર જમા કરાવી દે તેમ બાવા એહમદશા ગ્રુપ દ્વારા એક અખબાર યાદીમાં જણાવ્યું છે ફોર્મ મેળવવા માટે સંપર્ક સેતુ
(1)ઇકબાલભાઈ રાઠોડ હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ સિપાઈવાસ મોરબી મોબાઈલ નંબર 9173492327,(2)બચુભાઈ ચાનિયા અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી મોબાઈલ નંબર 98256 45844, (3) મહેશભાઈ હોટલ ડિલક્સ કે.બી.બેકરી ની બાજુમાં મોરબી મોબાઈલ નંબર 98793 10595 (4)વિમલભાઈ દફ્તરી એર વોઇસ ગ્રીન ચોક મોરબી મોબાઈલ નંબર 80000 00181, (5) જાવીદભાઈ સીપાઈ હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ સિપાઈવાસ મોબાઈલ નંબર 9033378672 પર સંપર્ક કરી વધુ વિગતો પ્રાપ્ત કરી કોમી એકતાના સમૂહ લગ્નમાં સૌભાગ્ય થવા સંસ્થાના આયોજકો દ્વારા જણાવ્યું છે.