મોરબી પાલિકા દ્વારા વધુ 21 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા
મોરબી: મોરબી નગરપાલિકાના બાકી વેરાઓ જેવા કે હાઉસટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, દીવાબતી કર, પાણીવેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી રોકાતી રકમ વસુલ કરવા માટે માંગણા બિલો તથા માંગણા નોટીસો બજવણી કરવા છતા ટેકસની બાકી રહેતી રકમો ભરપાઈ ન કરનાર વધુ ૨૧ જેટલા આસામીઓને મોરબી નગરપાલિકાએ ડીફોલ્ટર જાહેર કર્યા છે.
જેથી ગુજરાત મ્યુનિસીપાલિટી એકટ 1963 ની કલમ 133(1) અન્વયે મિલકતો પર જપ્તી/ટીયમાં તથા આ બાબતે ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે મોરબી નગરપાલિકા દ્વારા ડિફોલ્ટર લીસ્ટ જાહેર કર્યું છે. આ આસામીઓમા ઝાલા ખમાબા નાથુભા અન્ય ૦૨, પટેલ ડાયાભાઇ લક્ષ્મણભાઇ, મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતી, પટેલ ડાયાભાઇ લક્ષ્મણભાઇ, મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતી, અબ્બાસ સૌહુદિન, પટેલ ડાયાભાઇ લક્ષ્મનભાઇ, મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતી, પટેલ ઘનશ્યામભાઇ કાનજીભાઇ ,દલવાણી કાસમ હાજી, સરસ્વતી કન્સ્ટરક્શન કું., ઠાકર રોહીત એચ, ઠાકર હંસાબેન એન ,સોની છોટાલાલ લક્ષ્મીચંદ, કટેચા નૌતમલાલ મગનલાલ, સતવારા રણછોડ ખોડાલાલ, ભાણજી જેરાજભાઇ, મહેતા યશવંતરાય મોહનલાલ, રવજીભાઇ નારાયણભાઇ, શીવાભાઇ વસરામભાઇ, રણછોડભાઈ પોલાભાઈ, પટેલ મનજીભાઈડાભી, વસ્તાભાઇ માવજીભાઇ, પુંજારા ચંદ્રવદન ચીમનલલ, શ્રીનાથજી બિલ્ડર્સના ભાઈ, પટેલ ડાયાભાઇ લક્ષ્મણભાઇ, મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતી, પટેલ ડાયાભાઇ લક્ષ્મણભાઇ,મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતીનો સમાવેશ થાય છે.