આર્થિક મદદ કરવી પડી પ્રૌઢને ભારે: આરોપીએ આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના સામાકાંઠે ભડીયાદ બૌધ્ધનગરમા રહેતા પ્રૌઢે આરોપી ને આર્થીક મદદ કરી બે લોન પોતા પર ઉપાડી રૂ. 1,60,000 ની મદદ કરેલ હોય જે આરોપીને પરત આપવાનો ઇરાદો ન હોય જેથી આરોપીએ પ્રૌઢને તથા તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ પર બૌધ્ધનગરમા રહેતા જગદીશભાઇ કલાભાઈ પરમાર (ઉ.વ.૫૨) એ આરોપી પ્રવીણભાઈ રામજીભાઈ પુરાણી રહે. બૌધ્ધનગર ભડીયાદ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેમના પત્ની સાહેદ કોકીલાબેન આજથી આશરે સાતેક મહિના અગાઉ તેઓના પડોશમાં રહેતા આરોપી પ્રવિણભાઇ પુરાણી તથા તેની પત્ની જયશ્રીબેનને ફરીયાદીએ તેઓના નામે બે લોન કરાવી અપાવી આશરે એક લાખ સાઇઠ હજાર રૂપિયાની આર્થીક મદદ કરેલ હોય જે આરોપીને પરત આપવાનો ઇરાદો ન હોય જેથી આરોપીએ ફરીયાદીને ફોનમાં ગાળો આપી છરીના ઘોદા મારવાની તથા ફરીયાદી તથા તેઓની પત્નીને ફરીથી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.