ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉનના વહીવટીતંત્રે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ને એક રિપોર્ટ આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમનો દેશ હજી કોરોના વાયરસથી મુક્ત છે. સંક્રમણની શરૂઆતમાં, લગભગ એક વર્ષ પહેલા, ઉત્તર કોરિયાએ દેશને કરોના મહામાહારીથી મુક્ત રાખવાના પ્રયત્નોને ‘રાષ્ટ્રના અસ્તિત્વનો પ્રશ્ન’ ગણાવ્યો હતો. ઉત્તર કોરિયાએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસની શરૂઆતથી જ સાવચેતી રાખી હતી. કોવિડ બચાવ નિયમો હેઠળ ઉત્તર કોરિયાએ તેની સરહદો બંધ કરી દીધી છે, પ્રવાસીઓના આગમન પર પ્રતિબંધ મૂક્યો છે અને રાજદ્વારીઓને પણ દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. સંક્ર્મણ વાળા હજારો લોકોને અલગ રાખવામાં આવ્યા છે, પરંતુ આ પછી પણ ઉત્તર કોરિયા કહે છે કે તેના દેશમાં કોવિડ -19 નો એક પણ કેસ નોંધાયો નથી. વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે, ત્યારે ઉત્તર કોરિયાના દાવાને માનવું મુશ્કેલ છે કારણ કે ઉત્તર કોરિયાની આરોગ્ય પ્રણાલી સારી સ્થિતિમાં નથી અને દેશનો વ્યવસાય પણ ચેપથી અસરગ્રસ્ત ચીન સાથે છે અને આ કારોબાર તેની અર્થવ્યવસ્થા માટે જીવનરેખા સમાન છે. ઉત્તર કોરિયામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિએ બુધવારે જણાવ્યું હતું, કે ઉત્તર કોરિયાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે તેણે રોગચાળાની શરૂઆતથી લઈને 1 એપ્રિલ સુધીમાં 23,121 લોકોની તપાસ કરી હતી, પરંતુ તેમાંથી કોઈ સંક્રમિત નોંધાયેલ નથી, ઉત્તર કોરિયાએ 26 માર્ચથી 1 એપ્રિલની વચ્ચે 732 લોકોની તપાસ કરી. ડબ્લ્યુએચઓ અધિકારીઓએ કહ્યું કે ઉત્તર કોરિયા અલગતા માટે મોકલવામાં આવેલા લોકોની સંખ્યા હવે એજન્સી સાથે શેર કરી રહ્યું નથી. ઉત્તર કોરિયાએ મંગળવારે કહ્યું કે તે તેના ખેલાડીઓને કોરોના વાયરસથી બચાવવા માટે તે ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે નહીં.