ટંકારાના સજનપર ગામે યુવકને એક શખ્સે લાકડી વડે ફટકાર્યો
ટંકારા તાલુકાના સજનપર ગામે યુવકને અગાઉ આરોપી સાથે માથાકુટ થયેલ હોય તેનો ખાર રાખી આરોપીએ યુવકને લાકડી વડે ફટકાર્યો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ધુનડા (સજનપર) ગામે રહેતા મેરૂભાઈ વિનોદભાઈ પાટડીયા (ઉ.વ.૨૪) એ આરોપી મયુર જેન્તીભાઇ પરેચા રહે. ઘુનડા સજનપર તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીને અગાઉ ફરીયાદી સાથે માથાકુટ થયેલ હોય તેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને શેરીમાંથી નીકળવાનુ નહી તેમ કહી જેમફાવે તેમ ગાળો આપી લાકડી વડે જમણા પગમા તથા શરીરે આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.