Saturday, January 11, 2025

મોરબી પાલિકા દ્વારા વેરો ન ભરનાર 18 આસામીઓને મિલકત જપ્તીની નોટિસ પાઠવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નગરપાલિકાના બાકી વેરાઓ જેવા કે હાઉસટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, દીવાબતી કર, પાણીવેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી રોકાતી રકમ વસુલ કરવા માટે માંગણા બિલો તથા માંગણા નોટીસો બજવણી કરવા છતા ટેક્સની બાકી રહેતી રકમો ભરપાઈ કરવામાં આવેલ નથી. જેથી ગુજરાત મ્યુનિસીપાલિટી એકટ 1963 ની કલમ 133(1) અન્વયે આ સાથેના લીસ્ટ મુજબની મિલકતો પર જપ્તી/ટાંચમાં તથા આ બાબતે ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે મોરબી નગરપાલિકાના ડિફોલ્ટર લીસ્ટ આ જાહેર નોટીસ આપવામાં આવે છે.

જેમાં વોરા અસગરઅલી અબ્બાસભાઈ, ગોપાલભાઈ ગોરધનભાઈ તથા અન્ય, આદ્રોજા ભાણજીભાઈ ઠાકરશીભાઈ અન્ય 2, પટેલ ગોવીન્દભાઇ નરશીભાઇ, જનકબેન હસમુખરાય, જીતેન્દ્ર પાનાચંદ, તવસી પોપટ, કરમશી ખોડાભાઇ તથા અન્ય બે, પટેલ યોગેશ સુન્દરજી , અન્ય-1, પરમાર મનજીભાઇ મુલજીભાઇ તથા અન્ય -1 ઓમ બિલ્ડર્સના ભા. કાથરાણી અશોકભાઈ, લાલજીભાઈ તથા અન્ય-1 રૂડાણી છોટાલાલ પરમાનદ રૂડાણી મનહરલાલ છોટાલાલ, મહેતા નાથાભાઈ શામજી, જય ભારત ટાઇલ્સ, મહેતા પવિણચન્દ્ર હરીલ, મનહર ટાઇલ્સ, દિનુભાઇ દેવકરણભાઇ, મીરા ગાલીયા ટાઇલ્સને મિલકત જપ્તીની નોટિસ પાઠવવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર