મોરબીમાં બાઈક પર આવેલ ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી લુંટ કરી
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા છે ત્યારે અવારનવાર મોરબી જીલ્લામાં ચોરી, લુંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના ખોખરા હનુમાન પાસે રોડ પર બે બાઈક પર ચાર શખ્સો આવી છરી વડે હુમલો કરી યુવાન પાસેથી રોકડ અને મોબાઈલ સહીત કુલ રૂ.૧૨,૫૦૦ ની લૂંટ ચલાવી કારમાં નાસી ગયા હતા જે અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે પોલીસે તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર ઇનવોલ સીરામીક ફેકટ્રીની ઓરડીમાં રહેતા અને મજુરી કામ કરતા અમનભાઈ અંબારામ કુશવા (ઉ.વ.૨૩) એ આરોપી અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચાર આરોપીઓ મળી બે મોટર સાઇકલ ઉપર આવી ફરીયાદીના ગળે છરી અડાડી તારી પાસે જે હોય તે આપી દે તેમ કહી ધમકી આપી ફરીયાદીનો ઓપો કંપનીનો મોબાઇલ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- અને રોકડા રૂ.૨૫૦૦/- મળી કુલ રૂ.૧૨૫૦૦/- ના મુદામાલની લુટ કરી નાશી ગયા હતા જેથી મોરબી તાલુકા પોલીસે લૂંટના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.