મોરબી SMC એ કોલસા ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું; 3.57 કરોડનનો મુદ્દામાલ જપ્ત કર્યો
12 આરોપી ઝડપાયા અને 8 આરોપી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
મોરબીના ગુંગણ ગામે કોલસાના ગોડાઉનમાં SMCએ દરોડો પાડીને પેટ કોક કોલસાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં ૧૫૮૪ ટન પેટકોક કોલસો, ૫૦૦ ટન વેસ્ટ કોલસો, ૨.૪૧ લાખ રોકડ,૧૭ મોબાઈલ ફોન, બે ટ્રેલર,૧ હિટાચી,૨. લોડર, ૪ ફોર વ્હીલર મળી ૩.૫૭ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં ૧૨ આરોપી ભાવેશ શેરસિયા, જયદેવ ડાંગર, મયુરસિંહ જાડેજા,સારંગ ગાંભવી, ભીખુ ઠક્કર, જયદીપગીરી ગોસ્વામી, ગુડ્ડુ યાદવ, રાહુલ યાદવ, સંજુ નિનામા, વિપુલ પરમાર અને દીપક આહીર,કિશોર નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે. જ્યારે ૮ આરોપી ભગીરથ હુંબલ, ચિરાગ દુદાની, કુલદીપ ઝાલા, દિલીપભાઈ,વિવાન પટેલ, નિકુંજ પટેલ, ગુપ્તાજી અને રોકી નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કરાવમાં આવ્યા છે.