Friday, January 10, 2025

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-ગોર ખીજડીયા ખાતે મોરબી તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત મા 1419 કરોડ અતિવૃષ્ટિ નુકશાની વળતર ચુકવાયુ જે પૈકી મોરબી તાલુકાને 76 કરોડ રકમ ખેડુતોના એકાઉન્ટમા સીધી ચુકવાઇ

મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી તાલુકા સંગઠન પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, પ્રાંત અધિકારી સુશીલ પરમાર સાહેબ , મામલતદાર ધનવાણી સાહેબ, મોરબી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ જયેશભાઇ રાઠોડ, કારોબારી ચેરમેન તુલશીભાઇ પાટડીયા, કૃષિ અધિકારી દેત્રોજા તથા મોરબી તાલુકા વહીવટી તંત્રના અધિકારીની ઉપસ્થિતિમાં કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો.

કૃષિ મહોત્સવના શુભારંભ સમયે વકત્વયમા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ મોરબી તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અભિનંદન આપતા જણાવ્યુ કે ગત ચોમાસામા અતિવૃષ્ટિથી થયેલ નુકશાન સર્વે કરાવવામા મોરબી તાલુકાના ખેતી અધિકારીઓ અને ગ્રામસેવક સાથે સંકલન સાધી સુવ્યવસ્થિત રીતે સર્વે કરવાથી સમગ્ર ગુજરાતની 1419 કરોડ રકમ માથી 76 કરોડ જેટલી માતબર રકમ માત્ર મોરબી તાલુકાના ખેડુતોને વળતર તરીકે મંજુર થયેલ છે તે ખરેખર અભિનંદન ને પાત્ર છે.

આ કૃષિ મહોત્સવ તા. 6 અને 7 ડિસેમ્બર સુધી જુદા જુદા કૃષિ વૈજ્ઞાનિકો ખેડુતોને આધુનિક ખેતી વિશે માહીતી આપશેકાર્યક્રમનુ સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામા આવ્યુ હતુ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર