Wednesday, January 22, 2025

મોરબી તાલુકા સેવા સદન ખાતે બે સ્ટેમ્પ પેપર યુનીટ શરૂ કરવા સામાજિક કાર્યકરોની માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકા સેવા સદન ખાતે સ્ટેમ્પ પેપર યુનીટ બંધ થવાથી અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી મોરબી તાલુકા સેવાસદન ખાતે તાત્કાલિક બે સ્ટેમ્પ પેપર યુનીટ શરૂ કરવા મોરબી જીલ્લા કલેકટર તથા તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી મોરબીના સામાજિક કાર્યકરોએ માંગ કરી છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ મોરબી જિલ્લા કલેક્ટર તથા તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે હાલ મોરબી તાલુકા સેવા સદનમાં સ્ટેમ્પ પેપર યુનીટ બંધ થવાથી અરજદારોને હાલકી ભોગવવી પડે છે અને અરજદારોને નાના-મોટા કામ માટે સોગંદનામા કરાવવા પડે છે જેમા સ્ટેમ્પ પેપરની જરૂર પડે છે ત્યારે સરકારી તાલુકા સેવા સદનમાં સ્ટેમ્પ પેપર યુનીટ બંધ કરવામાં આવ્યુ છે ત્યારે અરજદારોને સ્ટેમ્પ પેપર માટે પ્રાઇવેટ સ્ટેમ્પ પેપર વાળા પાસે સ્ટેમ્પ કઢાવવા પડે છે જે છેલ્લા ૧૫ થી ૨૦ દીવસ થી બંધ છે નોટ બંધીની જેમ અરજદારોને લાઈનમાં ઉભુ રહેવુ પડે છે ત્યારે સામાન્ય ૫૦ રૂપિયાનો સ્ટેમ્પ કઢાવવા માટે ૮૦ થી ૯૦ રૂપિયા ચુકવવા પડે છે અને લાઇનમા ઉભુ પણ રહેવુ પડે છે અને અરજદારોમાં વિધવા માતા બહેનો વૃદ્ધો વડીલો અને અભણ અરજદારો ખુબજ હેરાન થઈ રહ્ય હોવાથી સામજિક કાર્યકરોએ લેખિત રજૂઆત કરી તાત્કાલિક બે સ્ટેમ્પ પેપર યુનીટ શરૂ કરવા માંગ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર