Thursday, December 5, 2024

હદ છે હો: મોરબીમાં વ્યાજખોરે યુવકની પત્નીને ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે મજા આવે તેને વ્યાજખોરીના દુષણમા ફસાવી તેની પાસેથી રૂપિયા પડાવી લે છે ત્યારે મોરબીમાં વ્યાજખોરે યુવક પાસે વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી યુવકના ઘરમાં જઈ યુવકની પત્નીને ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર રાજનગર સંગાથ પેલેસ ફ્લેટ નં -૫૦૧ માં રહેતા જયદીપભાઈ લાલજીભાઇ માણસુરીયા (ઉ.વ.૩૬) એ આરોપી જયસુખભાઇ ઉર્ફે જશાભાઈ મિયાત્રા રહે. શક્ત શનાળા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી ફરીયાદીના એક્સીસ બેંકના બે કોરા ચેક પડાવી લઈ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીના પત્નિને વ્યાજના પૈસાની ઉઘરાણી બાબતે ફડાકા મારી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર