મોરબીના વીસીપરા મેઇન રોડ પરથી પીસ્તોલ સાથે એક ઝડપાયો
મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર પટેલ જીનના પડતર પડેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી પિસ્તોલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર પટેલ જીનના પડતર પડેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી આરોપી સદામ ઇલ્યાસભાઇ કટીયા ઉ.વ.૨૪ રહે. મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ -૦૧ કિં રૂ. ૧૦,૦૦૦ તથા કાર્ટીઝ નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ મળી કુલ કિં રૂ. ૧૦,૨૦૦ નાં મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.