Thursday, December 5, 2024

મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ પરથી ખનીજ ચોરી ઝડપી લેતુ તંત્ર 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ખાણ ખનીજ વિભાગને મળેલ ફરીયાદ અને બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ પરથી ખનીજ ચોરી કરવા બાદ લાખોની કિંમતનું એક્સકેવેટર મશીન અને ત્રણ ડમ્પર કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ખાણ ખનીજ વિભાગને મળેલ ફરીયાદના આધારે મોરબી તાલુકાના બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ પર આકસ્મીક તપાસ હાથ ધરતા મોરમ ખનીજનુ બિન અધિકૃત ખનન થતું હોવાનું સામે આવતા એક હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન મોડેલ EX200LC અને ખનીજ ભરવા આવેલ ત્રણ ડમ્પર (1) GJ-36-V-7008 (2) GJ-15 -AT- 1319 ane (3) GJ-36 -V-5325 વાળુ ખનીજને ગેરકાયદેસર ખોદકામ થયેલ ભરવા આવવા બદલ અને હ્યુન્ડાઇ મશીનને ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે સોંપી ફોજદારી રાહે પગલાં ભરવા તેમજ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર