મોરબી પાલીકાનુ 150 કરોડનું પાણી બીલ બાકી; પાલિકા પર કરોડોનું દેણું
સૌરાષ્ટ્રની સૌથી મોટી મોરબી નગરપાલિકા દેણામા ગરકાવ થઈ ગઈ હોય તેવુ લાગી રહ્યુ છે પાલિકાનો વહીવટ દીનપ્રતી કથળી રહ્યો છે ત્યારે મોરબી પાલિકાનુ લાઈટ બીલ કરોડોનું બાકી છે તેમજ પાણી પૂરવઠા વિભાગનુ પણ ૧૫૦ કરોડનું બીલ બાકી હોવાનું સામે આવતા નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે શું પાલિકા પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મોરબી નગરપાલિકા મોરબીની જનતાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નીષ્ફળ નીવડી પરંતુ પ્રજા પાસેથી વેરો સમયસર વસુલવામાં આવ્યો છે ત્યારે મોરબી પાલિકા દ્વારા જે પાણી વેરો, ઘર વેરો વગેરે જે વસુલવામાં આવેલ છે તેમનું પાલિકાએ શું કર્યું તેની આજ સુધી કોઈને જાણ નથી. જાણે મોરબી પાલિકાની હાલની પરિસ્થિતિ જોતા પાલિકા રામ ભરોસે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. મોરબી પાલિકાનો વહીવટ દિનપ્રતિદિન ખોરવાઈ રહ્યો છે.
જેમાં મોરબી પાલિકાના અનેક બિલો બાકી પડ્યા છે પાલિકાએ તે બીલ ભર્યા જ નથી જેમાં પાલીકાનુ પીજીવીસીએલનુ કરોડોનું બીલ બાકી છે જે પાલિકાએ ભર્યું નથી તેવામાં પાણી પૂરવઠા વિભાગનુ પણ ૧૫૦ કરોડનું બીલ બાકી હોવાની માહિતી મળી રહી છે. ૨૦૨૨ થી માત્ર એક જ વખત પાલિકા દ્વારા પાણી પુરવઠા વિભાગને ૭૫ લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી છે જોકે તો પણ જૂન ૨૦૨૪ સુધીમાં ૧૫૦ કરોડનું બાકી લેણું છે.પાલિકા દિન પ્રતદીન પ્રજા માટે ટેકસ નો બોજો તો વધારે છે તો પ્રજાજનો પણ સ્મયતનાતરે ટેકસ ભરે છે પણ પાલિકા બિલ ભરવામાં આંખ આડા કાન કરી રહી છે. પાણી પુરવઠા વિભાગ નું આટલું મોટું લેણું બાકી છે શું પાલિકા સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? અને પાલિકા દ્વારા જે આજસુધી વેરા વસુલાત કરવામાં આવ્યા તે રૂપીયાનું શું કર્યું તેનો હિસાબ કર્મચારીઓ પાસે માંગવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.