મોરબીમાં વ્યાજખોરો બન્યા બેફામ; પઠાણી ઉઘરાણી કરી યુવકને આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબી શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે પઠાણી ઉઘરાણી કરી યુવકોને મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે તેમ છતા મોરબી જીલ્લા પોલીસ દ્વારા કોઈ એક્સન લેવામાં નથી આવી રહ્યા ત્યારે મોરબીમાં વ્યાજખોરીના દુષણને વધું એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં યુવક પાસે છ વ્યાજખોર શખ્સો વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ કામધેનુ સોસાયટી સંકલ્પ હાઇટસ -૦૧ બ્લોક નં -૧૦૩મા રહેતા ધાર્મિકભાઈ કમલેશભાઈ ઠોરીયા (ઉ.વ.૨૧) એ આરોપી સુરેશભાઈ રબારી, માધવ બોરીચા, ભરતભાઈ બોરીચા રહે. જેલ રોડ મોરબી, શિવમ રબારી (હોથલ ફાઇનાન્સ), હીરાભાઈ ભરવાડ રહે. કારીયા સોસાયટી વાવડી મોરબી તથા પંકજ ઉર્ફે ધવલ ફેફર રહે. હજનાળી તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપીયા લીધેલ જે વ્યાજે લીધેલ રૂપીયાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમની તેમજ ચુકતે નહી કરેલ વ્યાજના રકમની માંગણી કરી વધું રૂપિયા પડાવવાના હેતુથી બળજબરી પૂર્વક તમામ આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.