રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની સ્થિતિ વધારે કથળી છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. બીજી બાજુ મૃત્યુઆંકમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આજરોજ સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે પોઝીટીવ દર્દીને લઈને આવતી ઇમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી હતી. બીજી તરફ સોશિયલ મીડિયામાં એક વિડિઓ વાઇરલ થયો છે. જેમાં અંતિમ વિધિ માટે થતી પ્રક્રિયા માટે પણ લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. મૃતકોની બોડીમાં પણ 4 વેઇટિંગ છે. અને ચાર -પાંચ કલાક બાદ બોડી આપવામાં આવશે તેવું સ્પષ્ટપણે કર્મચારી કહી રહ્યો છે. ત્યારે દર્દીના પરિવારજનોને અંતિમ સંસ્કાર માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી ફરી આવી સામે છે.સિવિલ હોસ્પિટલના સ્ટાફની બે મોઢાની વાત,એક બાજુ મૃતદેહને ટચ કરવાની ના, બીજી બાજુ એમ કહ્યું કે તમારે ઉતાવળ છે તો તમે લઇ જઈ શકો છો.રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં સપડા થી હોય છે ત્યારે ફરીથી તેની બેદરકારી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આજે એક કોરોના ના દર્દીનું અચાનક મૃત્યુ થતાં સિવિલ હોસ્પિટલ પર પરી સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર સિવિલની બેદરકારીના વીડિયો વાયરલ થયા છે. જેમાં કોરોનાના મૃત્યુ થયેલા દર્દીના મૃતદેહને લઈ જવા બાબતે સિવિલ હોસ્પિટલના સ્ટાફે દર્દીના સગા સાથે માથાકૂટ કરી હતી. જેમાં તેમણે બે મોઢાની વાતો કરતા દર્દીના સગા ભારે ગુસ્સે થયા હતા. એક બાજુ સિવિલના સ્ટાફે કહ્યું કે દર્દીને કોરોના હોવાથી તેમના મૃતદેહને અડવાની ના પાડે છે જ્યારે બીજી બાજુ એમ કહ્યું કે તમારે ઉતાવળ થતી હોય તો તમારી પર્સનલ ગાડી બોલાવી અને તેમાં લઈ જઈ શકો છો. જ્યારે કોઈ હોસ્પિટલમાં એક બીજો પણ બનાવ સામે આવ્યો છે જેમાં કોરોનાના દર્દીનું મૃત્યુ થતાં તેમના સગા એવું કહી રહ્યા છે કે આવું તો કઈ રીતે બની શકે કોઈ સાચા વ્યક્તિ આટલી જલદી કેવી રીતે મળી શકે?