Monday, November 25, 2024

કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે તા.26 થી 2 ડિસે. સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ ૨૬/૧૧/૨૦૨૪ થી ૦૨/૧૨/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૪-૨૫ માટે કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર ઘટકો માટે અરજીઓ મેળવવાની થાય છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઇ ખેડૂત પોર્ટલ તારીખ ૨૬/૧૧/ ૨૦૨૪ થી ૦૨/૧૧/૨૦૨૪ માટે ખેડૂતોને ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર