જ્યારે પણ આપણે કોઈ સારું કામ કરીએ છીએ, ત્યારે આપણે આજુબાજુના લોકો તેની નોંધ લે તેવી અપેક્ષા રાખીએ અને સારું કામ કરવા બદલ આપણા વખાણ થાય તેવી પણ ઈચ્છા રાખીએ છીએ. આ માણસનો સામાન્ય સ્વભાવ છે અને આ વલણ મોટા ભાગના લોકોમાં જોવા મળે છે. તેમાં પણ કોઈ નુકસાન નથી. જ્યારે વ્યક્તિને સારા કામ માટે પ્રોત્સાહ્નન મળે છે ત્યારે તેની ઉત્સાહ બમણી થાય છે અને તેની કાર્યક્ષમતા પણ વધે છે. પરંતુ જો તમે તે લોકોમાંથી એક છો, જે હંમેશાં બીજાનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. એટલું જ નહિ બીજાનું ધ્યાન આકર્ષિત કરવા અથવા સેન્ટર ઓફ ધ અટ્રેક્શન બનવા માટે ખોટું બોલતા પણ અચકાતા નથી તો તમારે થોડું ચેતવાની જરૂર છે. એક અટેંશન શિકર માત્ર સારા કાર્યોની પ્રશંસા મેળવવા ઇચ્છે છે, પરંતુ તે બધી મર્યાદાઓ ઓળંગીને પોતાને શ્રેષ્ઠ બતાવવા માંગે છે. આવી વ્યક્તિઓના વર્તનમાં કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે, જેના આધારે તેને ઓળખી શકાય છે. તેથી, આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે અટેંશન સીકરમાં કયા લક્ષણો જોવા મળે છે.
હમેશા ચાપલૂસી કરવાની ઈચ્છા હોવી.
અટેંશન સીકરની વિશેષ બાબત એ છે કે તેઓ જાણે છે કે તેઓ સારા દેખાતા, બુદ્ધિશાળી અને સક્ષમ છે પરંતુ તે તેમના માટે પૂરતું નથી. તેઓ હંમેશા તેમની આસપાસની લોકોને તેમની યોગ્યતા વિશે બતાવવા માગે છે, અને તેઓ તેના વિશે વખાણ પણ સાંભળવા માંગે છે. તેઓ આમ કરે છે કારણ કે તેમની અંદર છુપાયેલી અસલામતીઓ હોય છે અને જ્યારે કોઈ તેમની પ્રશંસા કરે છે ત્યારે તે તેમના અહંકારને વધારે છે.
વિક્ટિમ કાર્ડ પ્લે કરવું.
આ પણ ઘણી વાર અટેંશન સીકરની વર્તણૂકમાં જોવા મળે છે. સામાન્ય રીતે આવા લોકો કોઈ પણ સંજોગોમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માગે છે અને તેથી તેઓ વિક્ટિમ કાર્ડ રમવાનું ચૂકતા નથી. તે ઓનલાઇન દુનિયામાં અથવા વાસ્તવિક જીવનમાં તેના મિત્રો અને આસપાસના લોકો સાથે ઘણા જુઠ્ઠાણાં કહીને પોતાને પીડિત બતાવવાનો પ્રયાસ કરે છે. તેઓ આવું કરે છે જેથી તેઓને અન્ય લોકોની સહાનુભૂતિ મળે. હકીકતમાં, અન્યનું ધ્યાન આકર્ષિત કરવાની આ તેમની રીત છે.
સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય રહેવું.
અટેંશન સીકર ઘણીવાર સોશ્યલ મીડિયા વિશે ખરાબ બોલે છે, પરંતુ તે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સુપર એક્ટિવ રહે છે. તેઓ ફેન્સી કેપ્શનવાળી તસવીરો પોસ્ટ કરતા રહેશે જેથી તેમને વધુને વધુ લાઇક્સ મળે અને લોકો તેમની નોંધ લે. સોશિયલ મીડિયા પર અતિશય પ્રવૃત્તિ સાથે, તે લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. આવા લોકો એવા લોકો પાસેથી મળેલ વખાણ સાંભળી ખુશ થાય છે જેમાંથી અડધાથી વધુને તે જાણતા પણ નથી હોતા.
.