Tuesday, December 3, 2024

કરોડોના ખર્ચે તૈયાર થયેલ મોરબી એસટી ડેપોમાં સૌચાલય બંધ; મુસાફરો પરેશાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં નવો એસટી ડેપો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ ખર્ચો જાણે પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે એસટી બસ સ્ટેન્ડમાં આવેલ એક સૌચાલય રીપેરીંગ કામથી બંધ છે તો બીજા પુરુષ સૌચાલયમા પાણીના ખાડા ભરાઈ ગયા છે અને એક ટોયલેટ પણ બંધ હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોરબી શહેરમાં બે એસટી બસ સ્ટેન્ડ આવેલ છે જેમાં શનાળા રોડ પર થોડા સમય પહેલા જ કરોડના ખર્ચે નવું એસટી બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ જે સુવિધા મુસાફરોને મડવી જોઇએ તે મળી રહી નથી. મોરબી નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમા ગટરના પાણી ખદબદતા હોય છે તો બીજી તરફ બસ સ્ટેન્ડમાં સફાઈ વ્યવસ્થિત કરવામાં નથી આવી રહી. મોરબી નવા બસ સ્ટેન્ડમા બે સૌચાલય બનાવવામાં આવ્યા છે પરંતુ મોરબી એસટી ડેપોની ગંભીર બેદરકારીને કારણે એક સૌચાલયમા પાણીનો નીકાલ ન થતા રીપેરીંગના બહાને બંધ કરી દેવામાં આવ્યુ છે ત્યારે બસ સ્ટેન્ડમા જ બીજું સૌચાલય છે જેમાં પુરુષ સૌચાલયમા પાણીના ખાડા ભરેલ છે ઉભુ રેહવાની જગ્યા નથી સરખી સફાઈ કરવામાં આવતી નથી અને ઉપરથી એક ટોયલેટ પણ બંધ છે જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાં સુધી મોરબી નવુ એસટી બસ સ્ટેન્ડ રામ ભરોસે ચાલશે? અને ક્યા સુધી મુસાફરોને આ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે શું આ બધું એસટી ડેપો મેનેજરને નહી દેખાતું હોય કે પછી જાણી જોઈને અનદેખુ કરી રહ્યા છે. ત્યારે જોવુ રહ્યુ કે કેટલા દિવસમાં સૌચાલયની સફાઈ કરવામાં આવે છે કે પછી આમજ ગંદકી કી ઉભરાતું રહશે નવા બસ સ્ટેન્ડના સૌચાલય?

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર