મોરબીના બરવાળા ગામે વૃદ્ધની જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુન્હો દાખલ
મોરબી તાલુકાના બરવાળા ગામની સીમમાં આવેલ વૃદ્ધની જમીનમાં બે શખ્સોએ ગેરકાયદેસર રીતે કબજો કરી જમીનમાં વાવેતર કરી વૃદ્ધ પાસે જમીન ખાલી કરવા પૈસાની માગણી કરી જમીન પચાવી પાડતા વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ મોરબી તાલુકાના આમરણ ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ ૬૦૧ મારૂતિ દર્શન એપાર્ટમેન્ટ સરદાર -૦૨ માં રહેતા મગનભાઈ થોભણભાઈ ભાલોડીયા (ઉ.વ.૬૦) એ આરોપી રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા તથા રતાભાઈ દેવાભાઈ ખાંભલા રહે. બરવાળા તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની માલીકીની મોરબીના બરવાળા ગામના સર્વે નંબર-૮૪ પૈકી-૧, ની હેકટર-૦૦-૯૨-૦૭ ચો.મી. જેની જંત્રી મુજબની કિ.રૂ. ૨,૯૦,૦૦૦/- જેની હાલની બજાર કિમંત આશરે ૫૦,૦૦,૦૦૦/- ગણાય તે કિમતી ખેતીની જમીનમાં આરોપીઓએ કોઇપણ જાતના આધાર વગર ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીનમાં વાવતેર, ખેતી કરી, જમીનનો અનઅધિકૃત રીતે કબ્જો રાખી કબ્જો ખાલી કરવા બદલ ફરીયાદી પાસેથી પૈસાની માંગણી કરી જમીન પચાવી પાડી, જમીનનો કબ્જો ખાલી નહી કરતા ફરીયાદીએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -૨૦૨૦ ની કલમ -૩,૪(૧),(૩,),૫(ગ) મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.