મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ નજીકથી ત્રણ બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ત્રણ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાથી મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ત્રણ બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ચંન્દ્રપાલસિંહ બળવંતસિંહ ઝાલા (ઉ.વ.૪૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાસેથી ફરીયાદીનુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૭-એઇ-૧૨૪૭ જેની કિંમત રૂ. ૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
જ્યારે બીજી ફરીયાદ મોરબીના પીપળી ગામે રહેતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે મોરબીના સમર્પણ હોસ્પિટલ પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-ઇએચ-૫૦૦૭ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે ત્રીજી ફરીયાદ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગરમા સાનિધ્યપાર્કમા રહેતા ભાવેશકુમાર દિનેશભાઇ અઘારા (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીમાં સમર્પણ હોસ્પિટલ નજીકથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૩-ક્યુક્યુ-૦૭૮૪ જેની કિંમત રૂ. ૩૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.