ધારાસભ્ય અંધારામાં: સિરામિક નગરી બની અંધારી નગરી?
શકિતમાન નામની સિરિયલમાં અંધેરા કાયમ રહેગા ડાયલોગ બોલવામાં આવતો હતો એ ડાયલોગ જાણે મોરબી શહેર માટે બન્યો હોઈ તેવો ઘાટ હાલમાં સર્જાયો
મોરબી નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ જોવા મળી રહી છે ત્યારે મોરબીમાં તમામ રોડ રસ્તા ઉપર અંધારાનું સામ્રાજ્ય છે ત્યારે ધારાસભ્ય આ વાતથી જાણે અંધારામાં હોય એવું લાગી રહ્યું છે
મોરબીના ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા અનેક વખતે નગરપાલિકા કચેરીએ મિટિંગો કરી અને વિકાસની વાતો મીડિયા અને સોશિયલ મીડિયામાં કરતા જોવા મળી રહ્યા છે પરંતુ મોરબી નગરપાલિકા તંત્ર આ તમામ મોરચે જાણે નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે તેવામાં હમણાં જ દિવાળી જેવો પર્વ પણ ગયો ત્યારે પણ મોરબીના તમામ મુખ્ય રસ્તાઓની લાઈટો બંધ હાલતમાં જોવા મળી હતી અને આજની તારીખમાં બંધ હાલતમાં છે અગાઉ લાખો રૂપિયાની સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે અને અગાઉ સ્ટ્રીટ લાઈટોમાં ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી ધારાસભ્ય એ વાતો કરી હતી પરંતુ આજ દિવસ સુધી તેનું કોઈ નક્કર પરિણામ જોવા મળ્યું નથી
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી નગરપાલિકાનું કરોડો રૂપિયાનું લાઈટ બિલ બાકી હોય જે ભરવામાં પણ મોરબી નગરપાલિકા હાલ સક્ષમ રહી નથી તેવી વાતો સામે આવી છે અને જેના કારણે હાલમાં મોરબીના મોટાભાગના રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળી રહી છે જેથી સિરામિક નગરી તરીકે જાણીતી મોરબી હાલ અંધારી નગરી બની ગઈ છે અને હાલમાં આ બાબતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અંધારામાં હોઈ તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.