મોરબીના પંચાસર રોડ પર શ્યામપાર્ક સોસાયટીના રહીશો દ્વારા કરાયો ચક્કાજામ
મોરબીના પંચાસર રોડ પર આવેલ શ્યામ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી નવો રોડ મંજૂર થય ગયો હોવા રોડનું કામ શરું નહી કરતા શ્યામ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પંચાસર રોડ ચક્કાજામ કર્યો હતો. રોડનું કામ તાત્કાલિક શરૂ કરવા સ્થાનિકોની દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબીના પંચાસર રોડ પર આવેલ શ્યામપાર્ક સોસાયટી-૦૧ મા રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ શ્યામપાર્ક સોસાયટી-૦૧નો રોડ પણ મંજુર કરવામાં આવેલ છે તેમ છતા નગરપાલિકા દ્વારા રોડનું કામ શરું કરવામાં નથી આવી રહ્યું. સ્થાનિકો દ્વારા મોરબી પાલિકા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે ત્યારે અધિકારીઓઓ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવે છે કે પછી થય જશે તેવો જવાબ આપી દેવામાં આવે છે પરંતુ નવા રોડનું કામ શરું કરવામાં આવી રહ્યું નથી ત્યારે આજે શ્યામપાર્ક સોસાયટીના રહીશો દ્વારા પંચાસર રોડ પર ચકકાજામ કરવામાં આવ્યું હતું અને રોડ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. અને હમારી માંગે પુરી કરોના મહિલાઓ દ્વારા નારા લગાવ્યા હતા તેમજ સ્થાનિક લોકો દ્વારા જણાવાયું હતુ કે જ્યાં સુધી નવા રોડનું કામ શરું કરવામાં નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ કરવામાં આવશે અને આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.