મોરબીના શનાળા ગામે તાંત્રિક વિધિના બહાને દાગીના ઓળવી જનાર સહિત બે ઝડપાયાં
મોરબી શકત શનાળા ગામ ખાતે રહેતા તાંત્રીક વીધી કરવાના બહાના હેઠળ વિશ્વાસઘાત છેતરપીંડી કરી રૂપીયા તથા દાગીના ઓળવી જનાર તથા તે સોનાના દાગીના અડાણે રાખનાર ઇસમને સોનાના દાગીના તથા સોનાના ઢાળીયા સાથે કુલ રૂ.૪,૬૬,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી શકત શનાળા ગામ ખાતે રહેતા ફરીયાદી ભરતભાઈ નરશીભાઈ સનારીયા નાઓની ફરીયાદ આધારે આરોપી નિલેશગીરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઈ રહે.શનાળા ગામ રામજી મંદીર પાસે મોરબી વાળાએ ફરીયાદીને તેઓનો ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસ કેળવી વિધી કરવાના બહાને સોનાનો ચેન નંગ – ૧ આશરે અઢી તોલા કી.રૂ.૧,૫૦,૦૦૦/- તથા સોનાના કાપ નંગ – ૨ આશરે અડધા તોલાન કી.રૂ.૩૦,૦૦૦/- તથા સોનાની બુટી નંગ – ૬ આશરે એક તોલા કી.રૂ.૭૦,૦00/- તથા સોનાની વીટી નંગ – ૨ આશરે અડધા તોલા કી.રૂ.૩૦,૦૦૦/- તેમજ રોકડા રૂ.૫૦,૦૦૦/- એમ કુલ રૂપીયા 3,30,000/- ની છેતરપીંડી વિશ્વાસઘાત કરતા ગુન્હો કરેલ હોવાનો મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરેલ હોય.
ખાનગી હકિકત આધારે આરોપી નિલેશગીરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઈને પકડી પાડવામાં આવેલ છે. અને આરોપીએ અલગ અલગ ફરીયાદી સહીત કુલ ૧૨ જેટલા માણસોને પોતાના વાતોમાં ફસાવી વિધી કરવાના બહાના હેઠળ વિશ્વાસ કેળવી અલગ અલગ સોનાના દાગીનાઓ તથા રોકડ રકમ મેળવેલ છે. અને તે સોનાના દાગીના મ પોતે શકત શનાળા ગામ રહેતા આરોપીને અડાણે આપી તેના રૂપીયા મેળવતો હતો. જેથી તે અડાણે દાગીના રાખનાર આરોપી ચંદ્રસિંહ બટુકભા ઝાલા ઉવ.૪૩ રહે.દરબાર ગઢ, શક્ત શનાળા મોરબી વાળાને અટક કરવામાં આવેલ છે.