મોરબીમાં વેપારી યુવક પાસેથી લાખોનો મુદ્દામાલ પડાવી ખંડણી માંગનાર વિશાલ રબારી બાદ વધુ બે આરોપીની અટકાયત
મોરબીના શનાળા રોડ પર સુપર માર્કેટમા દુકાન ધરાવતા વેપારી પાસેથી શનાળા ગામના એક શખ્સ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી અને આરોપી દ્વારા વેપારી પાસેથી 8 લાખથી વધુનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. તેમજ વેપારી યુવકનું અપહરણ કરી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે ખંડણી માંગવાના ગુન્હામાં અગાઉ એક વ્યક્તિની એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી ત્યારે આજ વધું બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કુલ ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને વેપાર કરતા દેવ કુમાર ચેતનભાઈ સોરીયાએ થોડા સમય પહેલા આરોપી વિશાલ રબારી તથા તેની સાથે રહેલ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવાયું હતુ કે આરોપી વિશાલ રબારી સાથે વેપારી યુવકને કોઈપણ જાતની રૂપિયાની લેતી દેતી થઈ છતા પણ આરોપીએ બળજબરી પૂર્વક ખંડણી માંગવામાં આવી હતી અને અલગ અલગ સમયે વેપારી યુવક પાસેથી આરોપી વિશાલ રબારીએ રૂ. 5.46 લાખ પડાવી લીધા હતા. પાસેથી મોબાઈલ અને બુલેટ મળીને કુલ 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો તેમજ તે યુવાનને ટંકારા તાલુકાના વીરપર ગામની ખીણમાં તેમજ મીતાણા ગામ નજીક લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવકે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
તેમ છતા યુવકને ન્યાય ન મળ્યો હોય જેથી યુવકે પાટીદાર આગેવાન મનોજ પનારાનો સહારો લીધો હતો અને સમગ્ર ઘટના મનોજ પનારાને જણાવી હતી. જે બાદ પાટીદાર આગેવાન આગેવાન મનોજ પનારા દ્વારા વેપારી યુવક દેવકુમારને અને તેના પિતાને સાથે રાખી તેમની સાથે થયેલ આપવીતી રજુ કરતો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તે વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરતા સમગ્ર ગુજરાતમા તેના પડઘા પડતા રાજનેતા અને પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસ ગણતરીની કલાકોમાં આરોપી વિશાલ રબારીની ધરપકડ કરવામાં આવી હતી. અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ રજુ કરતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે તપાસ કરી રહેલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે ખંડણીના ગુન્હામાં વધું બે આરોપી સઇદ અક્રમ નરુલ અમીન કાદરી રહે. કાલિકા પ્લોટ તથા સિધ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા રહે. શનાળા તા. મોરબીવાળાની ધરપકડ કરવામાં આવી છે તેમજ આ બંન્ને આરોપીઓના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.