ભારતમાં કોરોનાનો રોગચાળો ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ દરમિયાન, દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાનને વધુ વેગ અપાઈ રહી છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. લોકોને સરકાર દ્વારા સતત રસી લગાડવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ દેશના વિવિધ ભાગોના લોકોને આ માટે પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકોટ જિલ્લામાં અહીં મહિલાઓને કોરોના રસી લગાવવા બદલ ગોલ્ડની નોઝ પિન આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે રાજકોટના સ્વર્ણકાર સમાજે કોરોના રસી મેળવનારા લોકોને પ્રેરણા આપવા આ અનોખી પહેલ કરી છે. કોરોના કેમ્પમાં આવતા લોકોને રસી આપ્યા બાદ ખાસ ભેટો પણ આપવામાં આવી રહી છે. સ્વર્ણકાર સમુદાય વતી રાજકોટ શહેરમાં કોરોના રસીકરણ શિબિર યોજવામાં આવી છે. આ શિબિરમાં રસી લેનાર મહિલાઓને સોનાની નોઝ પિન ( નાકની નથ) આપવામાં આવી રહી છે. સાથે જ જે પુરુષો રસી લઈ રહ્યાં છે, તેમને ભેટમાં હેન્ડ બ્લેન્ડર આપવામાં આવી રહ્યું છે. રાજકોટમાં સ્વર્ણકાર સમાજની આ શિબિરમાં ભેટ આપવાની જાહેરાત થતાં જ શહેરવાસીઓમાં રસીકરણનો માહોલ છવાયો છે. સમાચાર એજન્સી અનુસાર, સ્વર્ણકાર સમુદાય દ્વારા સ્થાપિત શિબિરમાં રસી માટે લોકોની લાઇનો જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં સાત કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 43 ટકા રસીકરણ પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં કુલ 69,23,008 લોકોને રસી આપવામાં આવી છે, જે કુલ રસીકરણના 9.11 ટકા છે.