ટંકારા નગરપાલિકામાંથી કલ્યાણપર ગામને બાકાત કરાયું
ટંકારા નગરપાલિકા જાહેર થયા બાદ હવે ટુંક સમયમાં તેની ચુંટણી પણ આવવાની હોવાથી તંત્ર દ્વારા વોર્ડ રચના અને સિમાંકન બેઠકોની ફાળવણીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ટંકારા નગરપાલિકામાથી કલ્યાણપર ગામને બાકાત કરવાનો તંત્ર દ્વારા ઓડર કરવામાં આવ્યો છે અને ટંકારા નગરપાલિકામાં ૬ વોર્ડ અને ૨૪ બેઠકો રચવામાં આવી છે.
ટંકારાને નગરપાલિકા જાહેર કરાયા બાદ તેની સિમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં તંત્ર દ્વારા અગાઉ કલ્યાણપર ગામને નગરપાલિકામાં સમાવેશ કરવાની મંશા જતાવી હતી ત્યારે ટુક સમયમાં ટંકારા નગરપાલિકાની ચૂંટણી આવવાની હોવાથી તંત્ર દ્વારા વોર્ડ રચના, સિમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ટંકારા નગરપાલિકામા ૬ વોર્ડ અને ૨૪ બેઠકો રચવામાં આવી છે. આ સાથે સિમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તંત્ર દ્વારા સિમાંકનમાં પહેલા કલ્યાણપર ગામને સમાવેશ કરવાની મંશા જતાવી હતી અને પછી ટંકારા નગરપાલિકામાંથી કલ્યાણપર ગામને બાકાત કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે ત્યારે હવે કલ્યાણપરને નગરપાલિકામાં ન ભેળવવા પાછળ ક્યાંક સ્થાનીક રાજકરણના કારણે કલ્યાણપર ગામને નગરપાલિકામાં ભેળવવામાં ન આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે જોવુ રહ્યુ કે શું તંત્ર દ્વારા ફરી સિમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને કલ્યાણપર ગામનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે કે નહી તે જોવું રહ્યું.