Saturday, January 18, 2025

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં યુવકને છ શખ્સોએ માર માર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રોડ યુવક તથા સાહેદો ભુંડ પકડવા જતા આરોપીઓએ અમરા વિસ્તારમાં કેમ ભુંડ પકડવા આવ્યા કહી યુવક અને સાહેદને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આર.કે.નગરમા રામ મંદિર પાછળ રહેતા મહેન્દ્રસિંઘ બિશનસિંઘ બગ્ગા (ઉ.વ.૩૭) એ આરોપી પ્યારાસિંઘ ચેનસિંઘ ટાંક, ત્રીલોકસિંઘ પ્યારાસિંઘ ટાંક, હરનામસિંહ અમરસિંહ ટાંક, બલદેવસિંઘ ગુરમુખસિંઘ ટાંક, અમરસિંઘ ચેનસિંઘ ટાંક, જોગીન્દ્રસિંઘ ગુરમુખસિંઘ ટાંક રહે.બધા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ હળવદના ભવાનીનગર ઢોરામા ભુંડ પકડવા આવેલ હોય ત્યારે આરોપી પ્યારસિંઘે પોતાની ગાડી ફરીયાદીની ગાડી સાથે ભટકાડી ફરીયાદીની ગાડીમાં નુકસાન કરી ફરીયાદીને કહેલ કે અમારા વિસ્તારમાં તમે કેમ ભુંડ પકડવા આવો છો તેમ કહી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદીને તલવાર તથા પાઈપ અને લાકડાના ધોકા વડે મારમારી ઇજા કરી ફરીયાદિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર