Saturday, January 18, 2025

માળીયા – હળવદ હાઈવે રોડ ઉપર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા – હળવદ હાઈવે રોડ ઉપર વાધરવા ગામ સામે રોડ પર રોડ ક્રોસ કરવા જતા કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના કુંતાસી ગામે રહેતા સુરેશભાઈ લખમણભાઇ ભંગેરીયા (ઉ.વ‌.૨૨) એ આરોપી ક્રેટા ગાડી રજીસ્ટર નંબર -જીજે-૧૮-ઈએ-૪૭૧૧ ના ચાલક વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના મોટાભાઈ પોતાના હવાલાવાળુ મોટરસાયકલ જેના રજીસ્ટર નં-જીજે-૧૩-એમએમ- ૭૧૮૨ વાળુ લઈ માળીયા હળવદ હાઈવે ઉપર રોડ ક્રોસ કરવા જતા હોય તે દરમ્યાન આરોપીએ પોતાના હવાલાવાળી ક્રેટા કાર રજીસ્ટર નં- જીજે- ૧૮ ઈ.એ- ૪૭૧૧ વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીદગી જોખમાય તે રીતે ચલાવી પાછળથી આવી ફરીયાદીના મોટાભાઈને હડફેટે લઈ શરીરે સામાન્ય ઈજા તથા માથાના પાછળના ભાગે તથા ડાબા પગમા ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવવી કાર ચાલક નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર