મોરબી: સ્વદેશી સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન દ્વારા રાષ્ટ્ર ઋષિ દત્તોપંત થેંગડીજીની જન્મજયંતિને સમગ્ર દેશમાં સ્વદેશી સ્વાવલંબન દિવસ તરીકે ઉજવવામાં આવી. મુખ્ય કાર્યક્રમ દિલ્હી સ્થિત કાર્યાલય પર યોજાયો હતો અને દેશના ૫૦૦ જિલ્લામાંથી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક રવિશંકરજી મુખ્ય અતિથિ તરીકે અને વી. ભગૈયાજી (અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દેવ સંસ્કૃત યુનિવર્સિટી, શાંતિકુંજ, હરિદ્વાર ના કુલપતિ ચિન્મય પંડ્યાએએ અધ્યક્ષસ્થાન ગ્રહણ કર્યું હતું.
આ ઉપરાંત ડૉ. ભગવતી પ્રકાશ શર્માજી (રાષ્ટ્રીય સંયોજક, સ્વાવલંબી ભારત અભિયાન), કશ્મીરીલાલજી (રાષ્ટ્રીય સંગઠક, સ્વદેશી જાગરણ મંચ), આર. સુન્દરમજી (રાષ્ટ્રીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ) અને સતીશ કુમારજી (રાષ્ટ્રીય સહ સંગઠક) પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સ્વદેશી અને સ્વાવલંબનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. દેશના વિવિધ ભાગોમાંથી હજારો લોકો જોડાયા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લીધો. આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પગલું છે જે આપણા દેશને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે.
સ્વદેશી જાગરણ મંચ દેશના દરેક ગામ અને શહેરમાં સ્વદેશી જાગૃતિ અભિયાન ચલાવવાનું ચાલુ રાખશે. આપણે સૌએ મળીને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે.
મોરબી જિલ્લામાં આ કાર્યક્રમના ભાગ રૂપે
આવા ઋષિ તુલ્ય માનનીય વંદનીય શ્રદ્ધેય સ્વર્ગીય દત્તોપંત ઠેંગણીજી ને તેમની જન્મજયંતિ પર શત શત વંદન. અને આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વદેશી જાગરણ મંચના અને સ્વાવલંબી ભારત અભિયાનના જિલ્લા સંયોજક અરવિંદભાઈ જેતપરીયા, મનોજભાઈ પોપટ તેમજ એકતા કોમ્યુટર કલાસીસના વિધાર્થીઓ જોડાયા હતા.