મોરબી સમસ્ત કડવા પાટીદાર દ્વારા લોકાર્પણ સમારોહ, સામાજિક સંમેલન,દાતા સન્માન અને મહા પ્રસાદ વગેરે પ્રકલ્પોનું વિશિષ્ટ આયોજન
મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા તા.13 થી 15 નવેમ્બર-24 દરમ્યાન “આવ્યો માઁ નો રૂડો અવસર અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે
મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબીના ટ્રસ્ટની સ્થાપના ઈ.સ.1977 માં કરવામાં આવેલી. જેમાં આ સંસ્થાના સ્થાપક આર્ય પુરુષો અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવેલ હતી. જે આજના સમયે એક વટવૃક્ષ બની ગયેલ છે.
આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે શાળા-કૉલેજો પણ શરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપનાથી કરીને આજ સુધીમાં તમામ સમાજના હજારો દીકરા-દીકરીઓએ શિક્ષણ મેળવ્યું છે. તેમજ પટેલ સમાજની કન્યાઓ માટે છાત્રાલયની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. પાટીદાર સમાજના ઉદાર અને દિલેર દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સાવ નજીવા દરે ઉમા મેડિકલ, ઉમા લેબોરેટરી, ઉમા ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે જેનો મોરબી અને આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો નાત જાતના ભેદભાવ વગર ખૂબ લાભ ઉઠાવી રહ્યા છે.
સમાજના વ્યવસાયિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જી.પી.એસ.સી.અને યુ.પી.એસ.સી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પાટીદાર એકેડેમી શરૂ કરવામાં આવેલ છે. સમય અને સ્થાનિક જરૂરિયાતને ધ્યાને લઇ યુવાનો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થાય એવા હેતુથી સ્કિલ ડેવલોપમેન્ટ માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની બેન્ચ, દિકરીઓ માટે બ્યુટી પાર્લરના વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે.
સામાજિક સેવા ક્ષેત્રે સમાજના મધ્યમ અને નિમ્ન વર્ગના પરિવારની સ્થિતિને નજર સમક્ષ રાખીને આ અદ્યતન ઉમા સંસ્કારધામ ખાતે *’ઉમા આદર્શ લગ્ન’* બેનર હેઠળ આખા વર્ષ દરમિયાન દૈનિક બે લગ્ન થઈ શકે તેવા બે લગ્ન હોલ, 24 રૂમનું અતિથિગૃહ, ઉમા રંગભવન, અન્ય લગ્ન હોલ સહિત ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મોરબીના પાટીદાર શ્રેષ્ઠીઓના અનુદાનથી હાલ અમદાવાદ-ગાંધીનગર જ્યારે શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાની પાટીદારની દીકરીઓ સુવિધા અને સુરક્ષા સાથે અમદાવાદમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે હેતુસર 36 (છત્રીસ) રૂમની હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવેલ છે.
સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યની આ તમામ સેવાપ્રવૃત્તિઓ માટે જેમની કૃપા,જેમની પ્રેરણા સમાજને સતત મળી રહી છે એવા જગતજનની માં ઉમિયા માતાજી કેન્દ્રસ્થ હોઈ ઉમા સંસ્કારધામમાં માતાના શિખરબંધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન લજાઈ, મોરબી-રાજકોટ હાઈ વે,ખાતે તારીખ 13/11/2024 થી તા.15/11/2024 આ ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવેલ છે. જેમાં તા.15/11/2024 ના રોજ મહાપ્રસાદ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય પ્રસંગનું સામાજિક સંમેલન સહિત ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.જેમાં તા.13.11.24 ના રોજ પ્રથમ દિવસે સવારે 7.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી દેહ શુદ્ધિ, જલયાત્રા ગ્રહ શાંતિ યજ્ઞ,સાયં પૂજન મહા આરતી,
તેમજ રાત્રે 9.00 વાગ્યાથી ઉમા સમાજ વાડી યુનિટ-૧ અને ૨ ઉમા આદર્શ લગ્ન હોલ, ઉમા અતિથિ ગૃહ,ઉમા રંગ ભવન, ઉમા વિદ્યાર્થી ભવન – અમદાવાદના દાતાઓના સન્માન અને લોક સાહિત્યકાર :- મનસુખભાઈ વસોયા દ્વારા લોક ડાયરો, તા.14.11.24 બીજા દિવસે સવારે 7.45 થી 10.45 સુધી ગણેશ પૂજન,વાસ્તુ પૂજન,બીડું હોમવું, તેમજ બપોરે સમય :- 3.30 થી 6.00 સુધી ઉમિયા ચોકથી ઉમિયા માતાજીની ભવ્ય નગર યાત્રા રાત્રે 9.00 વાગ્યાથી દાતાઓના સન્માન અને સિંગર સાગર પટેલ સંગ ભવ્ય રાસ ગરબા તૃતીય દિવસ તા.15.11.24 ના રોજ સવારે 7.00 વાગ્યાથી યજ્ઞ પૂજન દેવ પૂજન,મહા અભિષેક, દેવી દેવતાઓ અને ઉમિયા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા, મહા આરતી,બીડું હોમવું, લોકાર્પણવિધિ બપોરે 3.00 થી 6.00 સુધી સામાજિક સંમેલન,આમંત્રિત મહેમાનોનું સ્વાગત-સન્માન,ભામાશ મુખ્ય દાતાઓનું સન્માન, સંતો મહાનુભાવોના આશીર્વચન સાંજે 6.15 વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે 9.00 વાગ્યાથી દાતાઓનું સન્માન કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરો, વગેરે કાર્યક્રમોમાં કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો,વડીલોને ઉપસ્થિતિ રહી સમાજ માટે પ્રેરણા અને પ્રોત્સાહક બની રહે એ માટે મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ તથા તમામ ટ્રષ્ટિઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
ટંકારા: ચારે વેદોનું જ્ઞાન ધરાવનાર અને તેનુ ગુજરાતીમાં અનુવાદ કરનારા એવા ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું દુઃખદ અવસાન થયું છે. જેના કારણે સમગ્ર પંથકમા ભારે શોક છવાઈ ગયો છે. આજે સાંજે 4 કલાકે તેમના નિવાસ સ્થાને અંતિમયાત્રા નીકળશે.
દયાળમુનીનો જન્મ ટંકારામા 28 ડિસેમ્બર 1934ના થયો હતો. દયાળજી માવજીભાઈ પરમારનું 89 વર્ષની વયે...
મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા દાતાઓના સન્માન સાથે લોક સાહિત્યનો કાર્યક્રમ યોજાયો
મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબીના ટ્રસ્ટની સ્થાપના ઈ.સ.1977 માં કરવામાં આવેલી. જેમાં આ સંસ્થાના સ્થાપક આર્ય પુરુષો અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવેલ હતી....
મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ શાક માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ શાક માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો જલાલુદ્દીન દોસમામદ...