Thursday, November 14, 2024

મોરબીમાં દરેક વિસ્તારના રોડ RCC રોડ બનાવવા સામાજિક કાર્યકરોની માંગ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમા રેલ્વે સ્ટેશન વાળો રોડ તથા સુપર ટોકીઝ થી આસ્વાદ પાન સુધીનો રોડ તેમજ ચિત્રકુટ થી કબ્રસ્તાન વાળો રોડ પણ પતી ગયેલ છે જેથી આ બધા રોડ તાત્કાલીક પેવર બ્લોક વાળો અથવા આર.સી. સી. રોડ બનાવી આપવા મોરબીના સામાજિક કાર્યકરોએ પાલિકા ચીફ ઓફિસર , કલેકટર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઇ, મુશાભાઈ બ્લોચે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તથા જીલ્લા કલેકટરને તથા મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલીકામાથી જે રોડ રસ્તા મંજુર થયેલ છે તેમાંથી સુપર ટોકીઝ થી રેલ્વે સ્ટેશન રોડ સુધી ચોમાસામાં વારંવાર પાણી ભરાવાના પ્રશ્નો રહે છે તેમાં હાલ જે રસ્તો મંજુર થયેલ છે તે ડામર નો થયેલ છે તે રોડમા પાણી ભરાવવાનો પ્રશ્ન રહે છે તો ત્યા રોડ-રસ્તા ઉપર એસ.ટી. બસ અને હેવી વાહન અવર-જવર થતા હોઇ તો આ રોડ સી.સી. અથવા પેવર બ્લોકનો રોડ બનાવવામાં આવે અને ચોમાસામાં પાણી ભરાવાથી રોડ ખરાબ થાય તો ત્યા પાણીના ભુગર્ભની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ છે તેમજ આ રોડ બનાવતી વખતી એન્જીનીયરની હાજરી બહુ જ જરૂરી છે. અને જયાં જયાં રોડ બને ત્યાં ભુગર્ભની કુંડીઓ ઉંચી લેવી અને જયાં જયાં પાઈપ લાઈન નાખવાની હોય ત્યાં ત્યાં પાઈપ લાઈન નાખી દેવી જેથી કરીને અવાર-નવાર રોડ ખોદવાની જરૂર ન પડે તેથી તાત્કાલીક ધોરણે દરેક રોડ રસ્તા નું કામ ચાલુ કરી રોડ આરસીસીના બનાવી પેવર બ્લોક પાથરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર