મોરબી શહેરમાં ખાડા ટેકરા અને ધુળની ડમરીઓ ઉડાડતા રસ્તાઓમાથી ટુંક સમયમાં શહેરીજનોને મુક્તિ મળશે. મોરબી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી મંજુર કરવામાં આવેલ વિવિધ 16 રોડ બનાવવાના કામનો આજથી પાલિકા દ્વારા શરુઆત કરવામાં આવશે. સાંજે બે સ્થળોએથી યોજાશે ખાતમુહૂર્ત કાર્યક્રમ.
મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં કુલ રૂ.૫.૮૦ કરોડના ખર્ચે કુલ ૧૬ રોડ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ચોમાસામાં ભારે વરસાદના કારણે રોડનુ ખાતમુહૂર્ત થય શક્યું નહીં અને રોડના કામ શરૂ થઈ શક્યા નહીં. હવે આજથી રોડનું કામ શરું કરવામાં આવશે જેમાં શહેરમાં ૬ જુદીજુદી જગ્યાએ સી.સી.રોડના કામ અને દશ જુદીજુદી જગ્યાએ ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આજે સાંજે 5 કલાકે આલાપ પાર્ક પાસે કાર્યક્રમ યોજાશે. જેમાં રૂ.3.25 કરોડના ખર્ચે 6 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે રાત્રે 8 કલાકે નહેરુ ગેટ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં રૂ.2.56 કરોડના ખર્ચે 10 કામોનું ખાતમુહૂર્ત થશે.
મોરબીના માધાપરમાં રહેણાંક મકાન પાસે શેરીમાં ખુણચી નાખી બેસેલ હોય ત્યારે ઉભા થતી વખતે ચકકર આવી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ લતાબેન બાઘુભાઇ ગાંડુભાઇ ભાંગરા (ઉ.વ.૪૨) રહે. માધાપર શેરી નં.૨૨ મોરબી વાળા રાત્રીના દશેક વાગ્યે...
મોરબીના લિલાપર રોડ પર એક રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -368 કિં રૂ. 2,06,816 નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા બે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને સંયુક્તમા...