Sunday, January 19, 2025

મોરબીમાં બંધ હાલતમાં રહેલ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા સામાજિક કાર્યકરોની માંગ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં વીસીપરા રોડ, શનાળા સેડ, વાવડી રોડ, લીલાપર રોડ, લાતી પ્લોટ તેમજ અનેક વિસ્તારોમાં – અંધાર પટ છે પુલ ઉપર અને નીચે પુલ ઉપરની લાઇટ બંધ હોવાથી ત્યાં એકસીડન્ટ અને ચોરી લુંટફાટ ના બનાવ બને તેવા ભય છે. તેથી તમાંમ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા પ્રજા વતી મોરબી જીલ્લા કલેકટર , નગરપાલિકા ચીફ ઓફિસર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા સામાજિક કાર્યકરોએ લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઇ, મુશાભાઇ બ્લોચ એ મોરબી જિલ્લા કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે મોરબીમાં પાડાપુલ પર સ્ટ્રીટ લાઇટો ૩૦ થી ૩૬ લાઇટો બંધ છે અને બેઠા પુલની તમામ લાઇટો બંધ છે બે થી ત્રણ મહિના થી બંધ છે અને લખધીર બાપુના બાવલા પાસે મોટી સોડીયમ લાઈટ બે થી ત્રણ વર્ષથી બંધ છે. તેમજ વીસી ફાટક થી નવલખી ફાટક સુધીની તમામ લાઇટો બંધ છે અને ટાઉનશીપ રોડ, સામાકાંઠે સ્મશાન આવેલ છે ત્યાં લાઇટ બંધ છે મોરબીના સામા કાંઠે આવેલ જુની પોષ્ટ ઓફીસ પાસે નઝર બાગ થી રેલ્વે સ્ટેશન સુધી લાઇટ બંધ છે તેવા અનેક વિસ્તાર વીસીપરા રોડ, શનાળા સેડ, વાવડી રોડ, લીલાપર રોડ, લાતી પ્લોટ તેમજ અનેક વિસ્તારમાં – અંધારપટ છે પુલ ઉપર અને નીચે પુલ ઉપરની લાઇટ બંધ હોવાથી ત્યાં એકસીડન્ટ અને ચોરી લુંટફાટના બનાવ બને તેવા ભય છે. નગર પાલીકા મોરબી દરેક બાબતે જો મોટા ૧૫ ટકા ટેક્સ ઉઘરાવે છે છતાં મોરબીમાં અંધાર પટથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે છતા પણ ક્યાંય સુવિધા નથી તો આના માટે જવાબદાર કોણ છે? જેથી મોરબી શહેરમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા પ્રજાજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર