Friday, December 27, 2024

મોરબીના જુના જાંબુડીયા ગામ નજીક રામદેવ હોટેલમાં સગીરને કામે રાખનાર માલિક વિરુદ્ધ કેસ દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના જુના જાંબુડીયા ગામના પાટીયા પાસે એસ્સાર પેટ્રોલપંપની બાજુમાં મઢુલી રામદેવ હોટેલમાં સગીર કિશોરીને મજુર તરીકે કામે રાખી કામ કરાવી શારીરિક શોષણ કરતા હોટલ માલિક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી AHTU ભરતસિંહ બી ડાભીએ આરોપી ભીમરામ હિન્દુરામ ખારા (ઉ.વ‌.૩૫) રહે. મૂળ રાજસ્થાનના હાલ રહે. જુના જાંબુડીયા ગામના પાટીયા પાસે એસ્સાર પેટ્રોલપંપની બાજુમાં મઢુલી રામદેવ હોટેલ મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી જાણતા હોવા છતા સગીર વયના કિશોર/ બાળકને પોતાના હસ્તકની મઢુલી રામદેવ હોટલ ખાતે સગીર કિશોર / બાળકને મંજુર તરીકે રાખી તેની પાસેથી વધુ પડતા સમય તથા રાત્રી દરમ્યાન પણ સાફ-સફાઇ, ટેબલ સફાઇ, તથા રસોઇ બનાવવામાં મદદ કરાવી તેમજ વાસણ સફાઇ, તથા હોટલની સાફ સાફાઇનું મજુરી કામ કરાવી તેનું શારીરિક, આર્થિક શોષણ થતુ હોવાનો ગુન્હો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર