મોરબીના બગથળા ગામે ભૂતપૂર્વ આચાર્યની પ્રતિમાનું અનાવરણ કરાયું
મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે શાળામાં ભૂતપૂર્વ આચાર્યની પ્રતિમાનું ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અનાવરણ કરાયું હતું.
મગનલાલ રાધવજીભાઈ પંડયાએ ૧૯૫૭ થી ૧૯૭૫, દરમ્યાન બગથળા તાલુકાના આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. તેઓ શિસ્તના આગ્રહી, સમય, પાલનમાં માનવાવાળા કર્મનિષ્ઠ, આદર્શ શિક્ષક હતા. બગથળા ગામને શિક્ષણ તથા કેળવણીનાં પાયાના કર્મવિર હતા. જેને બગથળા ગામને ભેજાવાળુ ગામ બનાવવામાં અભુતપૂર્વ ફાળો આપ્યો હતો. આજુબાજુના ગામોની તાલુકા શાળાનો વહીવટ તેમના દ્વારા જ થતો. તેઓએ બગથળા પોસ્ટની કામગીરી સરસ રીતે બજાવેલ હતી. તેઓએ નકલંક મંદિરમાં નિવૃત્તિ પછી વ્યવસ્થાપક તરીકે ઉમદા ફરજ બજાવી હતી. જેઓને રાજ્યપાલ દ્વારા આદર્શ શિક્ષક તરીકેનો પુરસ્કાર મળેલ હતો.
જેમની કાયમી સ્મૃતિરૂપે તથા ભવિષ્યના શિક્ષકો તથા ગામલોકો, વિદ્યાર્થીઓ , વગેરેને પ્રેરણા પૂરી પાડવા તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વેલજીભાઈ ટી. કોરવાડીયા (આઇ.એફ.એસ નિવૃત્ત), તથા ડો. અનિલભાઈ એન પટેલ (એમ.એસ.) (ઓર્થોપેડીક) દ્વારા તૈયાર કરાવી તાલુકા શાળાના પ્રાંગણમાં તા.૦૧-૧૧-૨૦૨૪ ના રોજ મગનલાલ આર પંડ્યા સાહેબની પ્રતિમાનું અનાવરણ સરપંચ બગથળા, શિક્ષકમિત્રો, પંડ્યા સાહેબના કુટુંબીજનો તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. જે આદર્શ શિક્ષક પ્રત્યે ઋણ અદા કરી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.