ટંકારા જુગાર રેડની તપાસ રેન્જ આઈ.જી.ની કામગીરી વ્હાલા દવલાની નીતિ..?
મોરબીમાં જુગારની રેડને લઈને ફરી એક વખત સવાલો ઉઠ્યાં
અગાઉ રાજપર રોડ પર પણ ખોટી રીતે જુગાર રમાડવામાં આવ્યાની અને ત્યાર નાં એ ડિવિઝન પોલીસ નાં પીઆઇ પર સવાલો ઉઠ્યા હતા.
ત્યારે દિવાળીના તહેવાર પૂર્વ જ મોરબી પોલીસ બેડામાં સુતરીયા બૉમ્બ ફૂટી ગયા હતા અને રેન્જ આઈ. જી. ના આદેશ બાદ ટંકારા પી.આઈ. દ્વારા કરવામાં આવેલી એક જુગાર રેડ બાબતે ખાતાકીય તપાસના આદેશો આપી દીધા હતા જેને લઈને તેમની પ્રશંસા થઈ રહી છે તો બીજી તરફ લાંબા સમયથી તેમના ટેબલ ઉપર પડેલ એક રિપોર્ટ ન્યાય માંગી રહ્યો છે જેને કારણે વ્હાલા દવલાનો આક્ષેપ તેમની સામે લાગી રહ્યો છે.
ટંકારા પી.આઈ અને તેના સ્ટાફે કમ્ફર્ટ હોટેલમાં રેડ કરી હાઈ પ્રોફાઈલ જુગાર પકડ્યો હતો જેમાં મોટો વહીવટ થયો હોઈ તેવી શંકાના આધારે રેન્જ આઈ.જી.એ આ બાબતની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપી છે જેના કારણે મોરબી એસ.પી એ તાત્કાલિ અસરથી પી.આઈ ગોહિલને લિવ રિઝરવમાં મૂકી દેતા દિવાળી પહેલા પોલીસ બેળામાં હોળી થઈ હતી સાથે સાથે મહિપતસિંહ નામના જમાદારને જિલ્લો ઠેકાળી દીધો હતો જેના લીધે મોરબી પોલીસમાં તરહ તરાહની ચર્ચા ચાલુ થઈ હતી.
કમ્ફર્ટ હોટેલમાં ચાલતા જુગારમાં અંદાઝે 60 લાખથી વધુનો વહીવટ થયો હોવાની માત્ર ચર્ચાના આધારે સરુ થયેલ વિગતો છે ત્યારે મોરબી જિલ્લામાં આ ખાતાકીય તપાસ સમયે એવી ચર્ચા ચાલુ થઈ છે કે શું માત્ર એકલા પીઆઈ જ આટલી રકમ ગરકી ગયા હશે કે પછી જો ચર્ચા પ્રમાણે તોડ થયો જ હોઈ તો તેમને કોઈ તો ઉપરી અધિકારીને વિશ્વાસમાં લીધા જ હશે જેના કારણે આટલી હિમ્મત કરી હોઈ કેમ કે કોઈ પી.આઈ લેવલના અધિકારી આવડો મોટો વહીવટ કરે તો તે એકલા વહીવટ કરવાની હિમ્મત કરે નહી તો આ ઘટનામાં શુ બન્યું હોઈ તે જાણવા જેવું ખરું કે પછી ઉપર સુધી પોહચાડવાની સિસ્ટમમાં ક્યાંક લોચો થયો છે અને તેના કારણે આ તપાસ ચાલુ થઈ છે.
વધુમાં હાલ આ તાપાસના આદેશ બાદ રેન્જ આઈ.જી. ની કામગીરી બાબતે પણ સવાલ ઉભા થયાં છે કેમ કે જે તે સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજપર રોડ પર ખોટી રીતે જુગાર રમાડી ખેલ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે પણ રેન્જ આઇ.જી. દ્વારા અન્ય જિલ્લાનાં ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી. પરંતુ આજદિન સુધીએ તપાસ ઠેરને ઠેર છે અને તે વખતના એ ડિવિઝનના પીઆઈને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા પરંતુ આજે તે એલસીબી પીઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
જે મહિલા અધિકારી બાબતે રિપોર્ટ છે તે લાંબા સમયથી મહત્વના પોલીસ સ્ટેશનમાં મહત્વની જગ્યા ઉપર છે ત્યારે આ અધિકારી સામે ક્યારે પગલાં ભરશે તેની રાહ જોવાઈ રહી છે. વધુમાં લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે.
છેલ્લે આ બંને ઘટનાને લઈને નાના પાટેકરની એક ફિલ્મનો સંવાદ યાદ આવે છે જેમ નાના પાટેકરને કોર્ટ બહાર લઇ જવા જજ આદેશ કરે છે અને બે પોલીસ વાળા તેને બહાર જવા પકડવા જાય છે ત્યારે નાના બોલે છે ” જિંદગીમે કભી કિસી સે રિશ્વત ન લી હો તોહી મુજે ટચ કરના ” અને બને પોલીસ વાળા દૂર હટી જાય છે બસ આ ટંકારાની ઘટનામાં પણ કઈ એવું જ છે..?