મોરબીમાં રૂ.13.60 કરોડની છેતરપીંડીના કેસમાં પેરોલ જંપ કરનાર આરોપી ઝડપાયો
મોરબી: મોરબીમાં રૂ. ૧૩ કરોડ ૬૦ લાખ રૂપીયાના ચીટીંગ, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરેલ આરોપીને જામીન ન મળતા પોતે જેલમાં રહી પેરોલ રજા મેળવી છેલ્લા અઢી વર્ષથી નાસી ગયેલ પેરોલ જંપ આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે પકડી પાડ્યો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુન્હાનો આરોપી વસંત કેશવજીભાઇ ભોજવીયા રહે. રાબીયા ગાર્ડન, કરબલા રોડ લાલવાણી બંગલાની પાસે કોયહીલ ભોપાલ (એમ.પી.) મુળ રહે નીલકંઠ સોસાયટી ૧૦૦ ફુટ શ્યામલ રોડ સેટેલાઇટ અમદાવાદ વાળો નામદાર કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી જેલ મુક્ત થયેલ હોય અને રજા પુરી થતા હાજર થવાનુ હોય પરંતુ આરોપી નામદાર કોર્ટના હુકમ મુજબ જેલે પરત આવેલ નહી અને બારોબાર પેરોલ જંપ થયેલ અને હાલે જયનગર પાટીયા તા.જી.કચ્છ (ભૂજ) ખાતે હોવાની બાતમીના આધારે વોચ કરતા મળી આવતા હસ્તગત કરી મોરબી સબ જેલ ને સોપી આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
જ્યારે કે આરોપી વસંતકુમા કેશુભાઇ ભોજવીયાએ અન્ય આરોપીઓ સાથે મળી ફરીયાદી સાથે ઠગાઇ કરવાના ઇરાદાથી પોતે આઇ.એ.એસ. (કલેકટર) માં પાસ થઇ ગયેલ હોય અને રૂપિયાની જરૂરીયાત હોય જે બહાના હેઠળ કટકે કટકે જુદી જુદી તારીખ, સમય અને જગ્યાએથી કુલ મળી રૂપિયા ૧૩,૬૦,૦૦૦,૦૦/- બદ ઇરાદાથી મેળવી તે રૂપીયા પરત નહી આપી અવેજીમાં ખોટા બે ડીમાન્ડ ડ્રાફટ આપી તથા સહ આરોપીને ફાઇનાન્સના અધિકારી તરીકે ઓળખાણ કરાવી જેણે ફરીયાદીને રૂ. ૩૮૦ કરોડનુ ડી.ડી. બતાવી વિશ્વાસમાં લઇ છેતરપીંડી આચરી હતી.