Friday, November 1, 2024

મોરબીમાં યુવક અને તેના મિત્રને ત્રણ શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ઇદ મસ્જીદ રોડ મચ્છીપીઠમા જતા યુવક અને તેના મિત્રને આરોપીએ મચ્છીપીઠમા આવવાની ના પાડી ગાળો આપી સિ.એન.જી. રીક્ષામાં નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા કુલીનગરમા રહેતા વસીમભાઈ યુનુશભાઈ સેડાત (ઉ.વ.૨૮) એ આરોપી સમીર કાસમભાઈ સંધવાણી, મુસ્તાક કાસમભાઈ સંધવાણી રહે બધાં જોન્સનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ ઈસ્માઈલ કાણીયા મુરઘીની ખરીદી કરવા માટે ગયેલ હોય ત્યારે આરોપી જોઈ જતા ફરીયાદી તથા સાહેદને મચ્છીપીઠમા આવવાની ના પાડી જેમફાવે તેમ ભુંડી ગાળો આપી આરોપીઓએ લોખંડનુ ધાર્યું તથા છરી લઈ ફરીયાદીની સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર -જીજે-૩૬- ડબલ્યુ -૬૦૪૭ વાળીમા તોડફોડ કરી નુકસાન કરી આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર