Thursday, October 31, 2024

મોરબીના ખાનપર ગામે માથાકુટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામના બસ સ્ટેન્ડ પાસે ગાડી સાઈડમાં લેવા બાબતે બબાલ થતા બંને પક્ષો દ્વારા સામસામે મારામારી કરી સામસામે ફરીયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ યદુનંદન પાર્ક શેરી નં -૦૨ માં રહેતા ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૪) એ આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજાએ રહે. શનાળા બાયપાસ ન્યારા પેટ્રોલ પંપની પાસે વૃંદાવન સોસાયટી મોંમાઈ કૃપા તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ખાનપર ગામના બસ સ્ટેન્ડ પાસે ફરીયાદીએ આરોપીને તેની ગાડી સાઈડમાં લેવા બાબતે બોલાચાલી કરી ફરીયાદીને આરોપીએ મારમારી ગાળો આપી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે મોરબીના શનાળા બાયપાસ પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજાએ આરોપી ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા રહે. બંને મોરબી શનાળા રોડ યદુનંદન પાર્ક શેરી નં -૦૨ મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓને ગાડી સાઈડમાં લેવા બાબતે બોલાચાલી કરી આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકા વડે મારમારી કરી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે સામસામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર