Wednesday, October 30, 2024

મોરબીના તળાવીયા શનાળા ગામે પત્નીની હત્યા નિપજાવનાર પતિ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સોફ્ટ કાર્બન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં બનેલ ખુનના ગુન્હાના આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સોફ્ટ કાર્બન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ભુરીબેન નરબેસીંગ બગ્ગાસીંગ મેડા તેઓના પતિ આરોપી નરબેસિંગ ભગ્ગાર્સિંગ મેડાને ફટાકડા લેવા માટે રૂ. ૫૦૦/- આપેલ હોય જે બધા પૈસાના આરોપી ફટાકડા લઇ આવેલ હોય જેથી આરોપી સાથે ઝઘડો કરેલ અને આરોપીને મારી લીધેલ હોય જેથી આરોપીને ગુસ્સો આવી જતા તેની બાજુમા પડેલ લાકડાના ધોકા વડે મારી નાંખવાના ઇરાદાથી માથાના પાછળના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી ભુરીબેનનુ મોત નિપજાવી નાશી ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ હોય.

ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની તપાસ કરતા આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડા જાતે આદીવાસી રહે હાલ તળાવીયા શનાળા ગામની સીમમા આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીજ નામના કારખાનાની લેબર કોલોનીમા તા.જી. મોરબી મુળગામ કંજરોટા તા સરદારપુર થાના સરદારપુર જીધાર (એમ.પી.) વાળો મળી આવતા આરોપીને ગુનાના ગુન્હામા અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર