Wednesday, October 30, 2024

મોરબી રાજકોટ હાઇવે પરથી નવ બીયર ટીન સાથે એક ઝડપાયો; એક ફરાર 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી – રાજકોટ હાઇવે પર અજંતા સામે આવેલ જેપી ફાર્મ પાસે રોડ પરથી નવ બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી રાજકોટ હાઇવે પર એક્સેસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એમ-૫૯૨૦ કિં રૂ.૩૦,૦૦૦ વાળમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૦૯ કિં રૂ. ૯૦૦ નો મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૩૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ભુપતભાઇ કરશનભાઇ ચાવડા (ઉ.વ.૪૨) રહે. યદુનંદન -૧ નાની કેનાલ મોરબીવાળાને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ મુન્નાભાઈ ચાવડા રહે. જશાપર તા. માળીયા (મીં) વાળો સ્થળ પર હાજર ન મળી આવતા બંને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર