પોલીસની ધાક ઓસરી: મોરબીમા એક યુવકનું અપહરણ કરી ત્રણ શખ્સોએ લાખો રૂપિયા પડાવ્યા
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી જાણે ચોર,વ્યાજખોરો,બૂટલેગરો,અને બેફામ કાર ચાલક ને જાણે છુટ્ટો દોર હોઈ તેમ કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો ફરી પ્રકાશિત થયો છે
મોરબીમાં યુવકને આરોપી સાથે કોઈપણ જાતની રૂપિયાની લેતી દેતી થયેલ ન હોય તેમ છતા યુવક પાસેથી રૂપિયા, બુલેટ, મોબાઇલ બળજબરી પૂર્વક લઈ યુવકને પોતાની કારમાં વિરપરની ખીણમાં તથા મીતાણા ખાતે લઇ જઈ ધોકા વડે મારમારી રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં દલવાડી સર્કલ પાસે ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલી એપાર્ટમેન્ટ ૪૦૨ મા રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરીયા (ઉ.વ.૨૧) એ આરોપી વિશાલ વેલાભાઈ રબારી રહે. શક્ત શનાળા ગામ તા.જી. મોરબી તથા બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી વિશાલ સાથે કોઇ પણ જાતની રૂપીયાની લેતી દેતી થયેલ ન હોય તેમ છતા ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે કટકે કટકે કુલ રૂપીયા ૫,૪૬,૦૦૦/- તેમજ ફરીયાદીનો આઇફોન ૧૫ પ્રો મોબાઇલ ફોન કી.રૂ. ૬૦,૦૦૦/- વાળો તથા ફરીયાદિનુ કલાસીક ૩૫૦ બુલેટ કાળા તથા લાલ કલરનુ કી.રૂ. ૨,૫૦,૦૦૦/- વાળુ બળજબરી પુર્વક લઇ જઇ ફરીયાદિને પોતાની કાળા કલરની વરના કારમાં વિરપર ખીણમાં તથા મીતાણા ખાતે લઇ જઇ લાકડાના ધોકા વતી મુંઢ માર મારી રૂપીયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ અલગ અલગ સમયે અલગ અલગ બે અજાણ્યા ઇસમોને સાથે લઇ આવી જે ઇસમોએ ફરીયાદીને ફડાકા માર્યા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.