મોરબીમાં બનેલ બેકાબૂ સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી: મોરબી શનાળા રોડ થી લાતી પ્લોટ સુધી બેકાબૂ બનેલ સ્વીફ્ટ કાર ચાલક બાઈકને હડફેટે લેતા બાઈક સવારને ઈજા પહોંચતા આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નાની કેનાલ રોડ પર ઓમપાર્ક સોસાયટીમાં રહેતા દીક્ષીતભાઈ જયંતીભાઈ કાંજીયાએ આરોપી સ્વીફ્ટ કાર જેના રજીસ્ટર નંબર -જીજે-૩૬-એલ-૪૬૭૦ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર જેના રજી નં.GJ-36 -L-4670 ની પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના હીરો સ્પલેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટર નં.જીજે-૩૬-એડી-૮૯૧૮ ને પાછળથી ઠોકર મારી ફરીયાદીને મોટરસાયકલ સાથે નીચે પછાડી દઇ ફરીયાદિના ડાબા પગના અંગુઠાએ ઇજા કરી તથા જમણા હાથમાં છોલછાલ કરી તથા પ્રવીણભાઇની વર્ના ફોરવ્હીલ કાર જેના રજીસ્ટર નં. જીજે-૩૬ -એએફ-૫૮૭૭ વાળીમા ડ્રાઇવર સાઇડ ઘસી નાખી તથા એક સી.એન.જી. રિક્ષા જેના રજીસ્ટર નં.જીજે-૩૬-યુ-૮૪૩૮ વાળીમા પાછળના ભાગે ઠોકર મારી નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.