મોરબી: સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબીની સિવીલ હોસ્પિટલના પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિઠલનગર બ્લોક નં -૫૬ નવયુગ સ્કુલ પાછળ રહેતા રાજનભાઈ અરૂણભાઇ સાવલીયા (ઉ.વ.૨૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીની સિવીલ હોસ્પિટલના પાર્કિંગમાથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-ડીએફ-૦૪૭૭ જેની કિંમત રૂ. ૫૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.