મોરબીની શ્રી સરસ્વતી શીશુ મંદિર શાળામાં દિપાવલી પર્વ નિમિત્તે વાનગી અને લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ ૧થી૧૦ ના વાલીઓએ બંને પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો.
આ પ્રતિયોગિતામાં ૩૫ જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. દુહા, છંદ, ભજન, લોકગીત, લગ્નગીત, વિદાય ગીત વગેરે પ્રસ્તુતિઓ વાલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. બંને કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અંતે સમાપનમાં વાનગી પ્રતિયોગિતાના નિર્ણાયક ચેતનાબહેન લાલાણી, લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતાના નિર્ણાયક મેહુલ શેઠ, ભાવેશભાઈ જેતપરિયા, શીતલબેન સીતાપરા એ કાર્યક્રમને અનુરૂપ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
સુનિલભાઈ પરમારએ કાર્યક્રમને અનુરૂપ સમાપન સત્રમાં પ્રસ્તાવના આપી વાનગીની જે મીઠાશ હોય છે તેવી મીઠાશ આપણે પણ આપણામાં જીવનમાં લાવવી જોઈએ. વાનગીમાંથી આપણને આ એક ખુબ સરસ શીખવા મળે છે અને દિવાળી પર્વ વિશે સરસ વાતો કરી ત્યારબાદ બંને પ્રતિયોગિતાના પ્રતિભાઓમાંથી જે વાલી કે પ્રતિભાગી ઉત્તમ શ્રેણી પ્રાપ્ત કરેલ હતી. તેમને નિર્ણાયકો, અતિથિ વિશેષ ને વ્યવસ્થાપકો દ્વારા સ્મૃતિ ચિન્હનો, ભેટ, પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે ઉત્તમ શ્રેણી પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કર્યા તેમજ નિર્ણાયક ટીમને પણ વિદ્યાલયના આચાર્યના હસ્તે સ્મૃતિભેટ આપવામાં આવી હતી.
મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ નજીકથી પીધેલ હાલતમાં બકવાસ કરતા ત્રણ શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ નજીક કેફીપીણુ પીધેલ હાલતમાં બકવાસ કરતા ત્રણ ઈસમો મનોજભાઇ નરભેરામભાઈ ઉધરેજા...