Monday, October 28, 2024

માળીયાના મોટા દહીસરા ગામે વૃદ્ધ સહિત બે વ્યકિતને ચાર શખ્સોએ ફટકાર્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મીયાણાના મોટા દહીસરા ગામની ફાટક પાસે વૃદ્ધ તથા તેમના મિત્ર બંને કુતરાને રોટલા નાખતા હોય ત્યાં આરોપી આવી વૃદ્ધને તમે અહિ શું કરો છો અહીયા આવવું નહી તેમ કહી ગાળો આપી લાકડાના ધોકા વડે મારમારી વૃદ્ધ અને તેના મિત્ર બંનેને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયાના મોટા દહીસરા ગામે રહેતા પ્રવિણભાઇ ઉર્ફે મુન્નો બચુભાઈ જોષી (ઉ.વ.૫૦) એ આરોપી ફારૂકભાઈ દિલાવરભાઈ રહે. માળીયા (મી) તથા ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેના મિત્ર મેરામભાઈ બંને કુતરાને રોટલા નાખતા હોય ત્યાં આરોપી ફારૂકભાઈ તથા તેના મિત્રો આવી ફરીયાદીને તમે અહી શું કરો છો અહીયા આવવું નહી તેમ કહી ફરીયાદીને તથા તેના મિત્રને ગાળો આપી લાકડાના ધોકા વડે મારમારી મુંઢ ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર