હળવદના ચુપણી ગામેથી 600 લીટર દેશી દારૂ ભરેલ બોલેરો ગાડી સાથે એક ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના ચુપણી ગામની સિમમાંથી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી દેશી દારુ ૬૦૦ લીટર ના મુદ્દામાલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના ચુપણી ગામે પાવર હાઉસની સામે, રોડ ઉપર જાહેરમાં એક બોલેરો પીકઅપ ગાડીમાં ૬૦૦ લીટર દેશીદારૂ કિં રૂ. ૧,૨૦,૦૦૦ તથા બોલેરો ગાડી કિં રૂ. ૫,૦૦,૦૦૦ તથા એક્સેસ ટુ વ્હીલર કિં રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૬,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે બોલેરો ચાલક આરોપી અજયભાઇ ધીરૂભાઇ ખમાણી રહે. ઢેઢુકી ગામ, સાપર તા.સાયલા જી.સુરેન્દ્રનગરવાળાને પકડી પાડી આરોપી વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ અન્ય બે ઈસમ જીગ્નેશભાઇ કાળુભાઇ પંચાળા રહે. ઢેઢુકી સાપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર તથા અનવરભાઇ હાજીભાઇ માલાણી રહે. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.