મોરબીના જુના નાગડાવાસ ગામે ક્રેટા કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
મોરબી: મોરબી જીલ્લામાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે આરોપીના કબ્જા ભોગટાવાળા વરંડા(ડેલો) માં રાખેલ હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૨,૨૭,૫૪૪/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૭,૨૭,૫૪૪/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા રહે.જુના નાગડાવાસ તા-જી મોરબી વાળાના વરંડા (ડેલા )માં એક સફેદ કલરની હુન્ડાઇ ક્રેટા કાર પડેલ છે જેમાં ઇગ્લીશ દારૂ પડેલ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૩૬ કિં રૂ. ૨,૨૭,૫૪૪ તથા ક્રેટા કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એફ-૨૦૪૬ જેની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૭,૨૭,૫૪૪ નો મુદામાલ કબ્જે કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી હુન્ડાઇ કંપની ક્રેટા કાર રજીસ્ટર નંબર GJ-36-F-2046 કબ્જેદાર/માલીક તથા ક્રેટા કાર નંબર GJ-36-F-2046 પડી રહેલ તે વરંડા ( ડેલા ) કબ્જા ભોગવટાદાર વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.