મોરબીના જુના નાગડાવાસ ગામે કારમાંથી વિદેશી દારૂની 318 બોટલ ઝડપાઈ
મોરબી: મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનના ફળીયામાં ફોર વ્હીલ ગાડીમાંથી ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ -૩૧૮ કિ.રૂ.૨.૫૦,૨૨૮/- તથા અન્ય મુદામાલ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૦૦,૨૨૮/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા દાદુભાઇ બચુભાઇ મહેતા વાળાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનના ફળીયામાં એક ફોર વ્હીલ મારૂતી સુઝુકી કંપનીની 800 ગાડી પડેલ છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે અને હાલે તેની વેચાણની પ્રવૃતિ ચાલુ છે તેવી બાતમીના આધારે આધારે રેઇડ કરી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૧૮ કિં રૂ. ૨,૫૦,૨૨૮ તથા ગાડીની કિં રૂ.૫૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૩,૦૦,૨૨૮ નો મુદ્દામાલ મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી દાદુભાઇ બચુભાઇ મહેતા રહે.જુના નાગડાવાસ તા.જી.મોરબીવાળાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.